અમદાવાદ: થલતેજની બિનોરી હોટલમાં દારૂ પાર્ટી કરતા 7 યુવક-યુવતીઓ પકડાયા

અમદાવાદ: થલતેજની બિનોરી હોટલમાં દારૂ પાર્ટી કરતા 7 યુવક-યુવતીઓ પકડાયા

અમદાવાદ: થલતેજની બિનોરી હોટલમાં દારૂ પાર્ટી કરતા 7 યુવક-યુવતીઓ પકડાયા

અમદાવાદ: થલતેજ ચાર રસ્તા પાસેની હોટલ બિનોરીના એક રૂમમાં દારૂ સાથે બર્થ ડે પાર્ટીની ઉજવણી કરતા 7 યુવક-યુવતીને પોલીસે ઝડપી પાડ્યા છે. બર્થ ડે બોય અને તેના મિત્રોએ આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી પડી હતી.

થલતેજની બિનોરી હોટલના એક રૂમમાં બર્થ ડે પાર્ટી માટે ભેગા થયેલા 4 યુવક અને 3 યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન બાતમીના આધારે સોલા પીઆઇ જેપી જાડેજાની ટીમે દરોડો પાડ્યો હતો. હોટલની રૂમમાં તપાસ કરતા 4 યુવક અને 3 યુવતીઓ મળી આવી હતી. પોલીસે યુવક-યુવતી મળી 7 યુવકની ધરપકડ કરી હતી.

તમામને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા અને જ્યા તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ યુવતીઓએ દારૂ પીધો ન હોવાનું જાણવા મળતા તેમણે જવા દેવામાં આવી હતી. જ્યારે પોલીસે બર્થ ડે બોય સહિત 3 યુવકની ધરપકડ કરી હતી.

News